લગ્નપ્રસંગ બન્યો શોકમય: જાનૈયાઓથી ભરેલી પીકઅપ પલટી જતા થયા આટલા મોત અને 30 થી વધુ ઘાયલ

હાલમાં એક ખુબ જ ભયંકર અકસ્માત (Accident)ના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના શાહડોલ (Shahdol)માં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. મળતી માહિતી મુજબ, શાહડોલ જિલ્લાના બૌહારી પોલીસ સ્ટેશન વિસ્તાર (Bauhari police station area)માં જાનૈયાઓથી ભરેલી પીકઅપ પલટી ગઈ, જેના કારણે 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર મળી આવ્યા છે.


આ દુ:ખદ અકસ્માત શુક્રવારના રોજ રાત્રીના સમય દરમિયાન સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં પીકઅપ જયસિંહનગરના દોહકા ગામથી જાનૈયાઓ સાથે દેવલોંડ જઈ રહી હતી. આ દરમિયાન, બૌહારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીકઅપ અચાનક પલટી ગઈ અને અકસ્માત સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે પીકઅપમાં સવાર 4 જાનૈયાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું અને આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.


10 જાનૈયાઓની હાલત ગંભીર:

ઘાયલ બારાતીઓને સારવાર માટે બૌહારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા 10 જાનૈયાઓની હાલત વધુ નાજુક હોવાનું કહેવાય છે.


સીએમ શિવરાજે શોક વ્યક્ત કર્યો:

સીએમ શિવરાજે શાહડોલમાં બનેલી આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, “શહડોલમાં જાનૈયાઓથી ભરેલા વાહનને પલટી મારવાને કારણે અનેક કિંમતી જીવોના મોતના દુઃખદ સમાચાર મળ્યા છે. ભગવાન દિવંગતને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. તેમજ હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ગુજરાતી ન્યૂઝ gujaratinews સાથે. તમારા whatsapp પર તમામ અપડેટ્સ મેળવવા માટે 9727989343 પર HI Hi લખી મેસેજ કરો. 

Post a Comment

Previous Post Next Post